અંકલેશ્વર: ઉમરવાડા-પાનોલીને જોડતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચમકી

અંકલેશ્વરથી ઉમરવાડા અને પાનોલી ને જોડતો રસ્તો છેલ્લા એક વર્ષમાં અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે

New Update

અંકલેશ્વર શહેરથી ઉમરવાડા અને પાનોલીને જોડતો માર્ગ હવે વાહન વ્યવહાર માટે કમરનો દુખાવો બની ગયો છે.અંકલેશ્વરના ઉમરવાડા થી પાનોલી ને જોડતો માર્ગ છેલ્લા એક વર્ષમાં વરસાદ અને ભારે વાહનોની અવરજવર વચ્ચે અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો અને વાહન ચાલકો હવે રોષે ભરાયા છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતા માર્ગનું સમારકામ કરવામાં નથી આવતુ.અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક બ્રિજની ચાલતી કામગીરીને પગલે દરરોજ હાઇવે ઉપર રહેતા કિલોમીટરના ટ્રાફિકોથી બચવા કેટલાક ભારે વાહનો અને ઔદ્યોગિક એકમમાં જતા વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા થયા હતા જેને કારણે ભારે વાહનોની અવરજવર આ માર્ગ પરથી વધતા રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. સ્થાનિકોએ માર્ગના સમારકામની માંગ કરી છે અને જો માંગ ણ સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Latest Stories