Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નર્મદા નદીના ધસમસતા પ્રવાહે કાંઠા વિસ્તારના ગામોની 2 હજાર હેક્ટર જમીનમાં નુકશાન વેર્યુ

ભરૂચ નજીક નર્મદા નદીમાં તાજેતરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરની કાંઠા વિસ્તારની 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીના પાકને નુકશાન પહોચ્યુ છે

X

ભરૂચ નજીક નર્મદા નદીમાં તાજેતરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરની કાંઠા વિસ્તારની 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીના પાકને નુકશાન પહોચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ નજીક નર્મદા નદીએ તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 2 ફૂટ ઉપર વહી હતી જેના પગલે નર્મદા નદી કિનારે આવેલા ગામોની સીમમાં નદીના પાણી ફરી વળ્યા હતા. નદીના પાણી અંકલેશ્વર તાલુકાનાં 15 જેટલા ગામોની સીમમાં ફરી વળતા ખેતીના પાકને નુકશાન પહોંચ્યું હતું. ખાસ કરીને માંડવા,સરફૂદ્દીન અને ખલપિયા સહિતના ગામોમાં ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેમાં કેળ,કપાસ અને શાકભાજીના પાકનો સમાવેશ થાય છે. 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીનો પાક નષ્ટ થઈ ગયો છે. મૂલદ અને માંડવા ગામના ખેડૂતોની વાત કરીયે તો નદીના પાણી ખેતરમાં દર વર્ષે પ્રવેશી જાય છે પરંતુ પાણીના નિકાલનો માર્ગ ન હોવાના કારણે નદીના પાણી ઓસરી ગયા બાદ પણ ઘણા દિવસો સુધી તેમના ખેતરમાં પાણી ભરાય રહે છે જેના કારણે તેઓએ વધુ નુકશાની સહન કરવાનો વારો આવે છે.

આ અંગે તંત્રનું કહેવું છે કે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિના પગલે પ્રાથમિક સર્વે કરાવવામાં આવ્યો છે જેમાં 2 હજાર 35 હેક્ટર જેટલી જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. સરકારના આદેશ મુજબ ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવશે.

Next Story