શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિર ખાતે રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
દર વર્ષે શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે રવિવારના રોજ બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.જ્યારે ડો.ચિંતન પટેલ,ડો.કૂંપલ પટેલ અને ડો.કેતુલ મહેતા સહિતના તબીબોએ મેડિકલ કેમ્પમાં સેવા આપી હતી આ કેમ્પમાં સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળના પ્રમુખ મહેશ પટેલ,પૂર્વ પ્રમુખ ઉમેશ પટેલ, ખજાનચી વિક્રમ પટેલ,મંત્રી પ્રકાશ જોશી અને સહમંત્રી અલ્પેશ પટેલ અને પંકજ પટેલ,રાજેશ પટેલ તેમજ કારોબારી સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.