/connect-gujarat/media/post_banners/9af5c062195a122942b85381c28379ed37807c4536f0bccf7bc9d852622ed8e8.jpg)
અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના શિશુ 1,2 ,ધોરણ 1 થી 12 તથા કોલેજના અંતિમ વર્ષમાં ડિગ્રી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગર સેવિકા જ્યોત્સના રાણા,નગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા,સમાજના પ્રમુખ શંકરલાલ રાણા સહિતના આમંત્રિતોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા