અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

છેલ્લા 9 વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વર્લ્ડ બુક ઓફ ઈન્ડીયામાં સ્થાન મળેવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

છેલ્લા 9 વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જન્માષ્ટમીની શોભા યાત્રા દરમ્યાન બે વિશ્વ રેકોર્ડ સ્થાપવાના આશયથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊચો અને 20 ફૂટ લાંબો ઝુલો બનાવવામાં આવ્યો છે.આ ઝુલામાં ઝૂલવવામાં આવનાર 500થી વધુ બાળ ગોપાલોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને રાતે 12ના ટકોટે તેઓને ઝૂલલાવવામાં આવશે.વર્લ્ડ બુક ઓફ ઈન્ડીયાના જિનિયન્સ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ પાવન સોલંકીએ વિશ્વના સૌથી મોટા ઝુલા અને 500થી વધુ બાળકોને ઝુલાવાયાના રેકોર્ડ સ્થાપનાર ટ્રસ્ટને સર્ટિફિકેટ આપી બે વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરી છે. વર્લ્ડ બુક ઓફ ઈન્ડીયામાં સ્થાન મળતા જ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના સભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં કાર્યરત ૭૦ જેટલી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા સરદાર પટેલ વાડી ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી પરત સરદાર પટેલ વાડી ખાતે સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં સમાજના આગેવાનો જોડાયા હતા

Latest Stories