અંકલેશ્વર: પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશીદારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું,જુઓ વિડીયો

બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી

New Update
અંકલેશ્વર: પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશીદારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું,જુઓ વિડીયો

અંકલેશ્વરમાં પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશીદારૂની હેરાફેરીનો કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે 3 બુટલેગરોની આ મામલામાં ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી દેશી અને વિદેશી દારૂ પર પોલીસે સપાટો બોલાવ્યો છે પરંતુ બુટલેગરો પણ કોઈને કોઈ કીમિયા અપનાવી દેશી વિદેશી દારૂ સપ્લાય કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા ત્રણ બુટલેગરોને ૧૮ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Advertisment

અંકલેશ્વર પંથકનાં જીતાલી સેગપુર રોડ ઉપરથી રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૫૬૯૩ મા કેટલાક બુટલેગરો પાણીના જગમાં દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે જીતાલી રોડ પર બાતમી વાળી રીક્ષાને રોકી તેમાં રહેલા પાણીના જગમાં તપાસ કરતા દેશી દારૂનો ૧૮ લીટરનો જથ્થો મળી આવ્યો હતો રિક્ષામાં સવાર અને ચાલક બલરામસિંહ ચૌહાણ, અનિલ ઠાકોર, દિલીપ વળવી મળી ત્રણ ઈસમોની અટકાયત કરી હતી તો બીજી તરફ દેશી દારૂનો જથ્થો આપનાર મહિલા બુટલેગર કમળાબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અંકલેશ્વરમાં જ પાઇપલાઇન મારફતે દારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું હતું ત્યારે પોલીસની ઘોંસ વધતાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે હવે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે

Advertisment
Latest Stories