Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે શાળા રમતોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ઇ.એન. જીનવાલા હાઇસ્કુલ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

X

અંકલેશ્વર શહેરમાં આવેલ ઇ.એન. જીનવાલા હાઇસ્કુલ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઇ.એન. જીનવાલા હાઇસ્કુલ ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે શાળા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણના હસ્તે રમોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ રમોત્સવમાં દોડ,લીંબુ ચમચી,કેરમ અને ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી આ રમોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ શાળા રમોત્સવમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story