/connect-gujarat/media/post_banners/b9e09cd1d5d42d60a16673f76b5899e6411513c3a2cca2c4f42535b1079cb56f.webp)
અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજીવાર નિશાન બનાવી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી મકાનનાં કબાટમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થતા ચકચાર મચ્યો છે.હાલમાં મકાન માલિકે ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકની સોસાયટી વિસ્તારોમાં વધતા જતા ચોરીઓના બનાવો બાદ રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.