ગૌરીવ્રત- જયા પાર્વતી વ્રતની પુર્ણાહુતી
શિવાલયોમાં જોવા મળી ભીડ
કુંવારીકાઓએ દેવાધિદેવ મહાદેવનું કર્યું પૂજન
મનગમતો ભરથાર મેળવવા કરવામાં આવે છે વ્રત
ગૌરી માંનુ કરાયુ પૂજન અર્ચન
ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતની આજે પુર્ણાહુતી થઈ છે. ગૌરીએ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાંનું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે.આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજે ગૌરીવ્રતની પુર્ણાહુતી થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુવારીકાઓએ શિવજી અને ગૌરીમાંનુ પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને
આરાધનામાં લીન બન્યા હતા.