/connect-gujarat/media/post_banners/36e17499e83c1846bd3fca19ce2c99a5079131e4aab025db4998fa316427be59.jpg)
અંકલેશ્વરમાં ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હૉલમાં ભરૂચ ભારતીય વિચાર મંચ અને અંકલેશ્વર ઉધોગ મંડળ દ્વારા આયોજિત કાર્યકમમાં વક્તા તરીકે પ્રો. રાકેશ સિંહાએ હાલના વલણ અંગે વિચારો રજૂ કર્યા હતા.પ્રો. સિંહા રાજ્યસભાના સાંસદ, હોમ અફેર્સ કમિટી અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય, લેખક તેમજ વિવેચક છે. જેઓએ ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ ઉપર વિસ્તૃત છણાવટ કરી હતી. સંવાદમાં એ.આઈ.એ. પ્રમુખ રમેશ ગાબાણી, ભારતીય વિચારમંચના હરીશ જોશી, જશુ ચૌધરી, હિંમત સેલેડીયા, શ્રીકાંત કટદારે સહિત મહાનુભવો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં