અંકલેશ્વર : HMP ફાઉન્ડેશનનું સેવાકાર્ય, પૂરગ્રસ્ત લોકોને કર્યું ફૂડ પેકેટનું વિતરણ...

HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે અંકલેશ્વર નજીક જુના દીવા, જૂની દિવી, જુના બોરબાઠા, નવી વસાહત, અંકલેશ્વર શહેર વોર્ડ નં. ૭ તેમજ અન્યો વિસ્તારમાં અસરગ્રસ્તોને HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ખાદ્ય સામગ્રી પુરી પાડવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, વસીમ ફડવાલા, પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ, મુકેશ વસાવા, હરેશ વસાવા, ઉબૈદ મેમણ, સિકંદર કડીવાળા, નજમુદ્દીન ભોળા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી સેવાઓ પુરી પાડી હતી.

Latest Stories