અંકલેશ્વર: GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરે શનિ જયંતિની ઉજવણી

આજે શનિ જયંતી છે. શનિ જયંતી વૈશાખ માસની અમાસના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે

New Update

 

આજરોજ શનિ જયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

આજે શનિ જયંતી છે. શનિ જયંતી વૈશાખ માસની અમાસના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે આજરોજ શનિજયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ  પશુપતિનાથ મંદિર ખાતે શનિજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શનિ જયંતિ નિમિત્તે પશુપતિનાથ મહાદેવ મંદિર સ્થિત શનિ ભગવાનનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.શનિદેવ ન્યાય અને પરિશ્રમના દેવતા છે, તેથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને તેમને દાન કરો. તેલ અને અડદમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું દાન કરો. આખો દિવસ ઉપવાસ રાખો. આ દિવસે કાળા કપડા, અડદ, તેલ અને લોખંડની વસ્તુઓનું દાન કરવાનો મહિમા છે

Latest Stories