ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચોરીનો મોબાઈલ સસ્તામાં ખરીદી કરી અન્ય લોકોને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની LCB પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ LCB પોલીસ ચોરીના મોબાઈલ અંગે તપાસમાં હતી, તે દરમિયાન અંકલેશ્વરની બિંદેશ્વરી એન્જીનીયરીંગ કંપનીમાં વાલિયા બજારમાંથી ચોરી થયેલો મોબાઈલ એક્ટિવ થયો હતો, ત્યારે લોકેશનના આધારે કંપની પર પહોચતા પોલીસને વિવો કંપનીનો રૂ. 15 હજારનો મોબોઇલ ફોન શાંતિનગરમાં રહેતા ઈસમ પાસેથી મળી આવ્યો હતો. આ મોબાઈલ તેને અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ખત્રી મોબાઇલમાંથી 7,500 રૂપિયામાં ખરીદ્યો હોવાનું પોલીસને જણાવ્યુ હતું, ત્યારે પોલીસ ઝડપાયેલ ઈસમને લઈ દુકાને પોહચી હતી. જેમાં દુકાનદારે 4 મહિના પહેલા આ મોબાઇલ સસ્તામાં એક વ્યક્તિ પાસેથી લીધો હોવાનું જણાવ્યુ હતું, ત્યારે પોલીસે ચોરીનો મોબાઈલ ફોન સસ્તામાં ખરીદી કરી અન્ય લોકોને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.