અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સેવાભાવી આગેવાનો દ્વારા આજરોજ સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રાદ્ધપક્ષમાં પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. હિન્દુધર્મમાં માનનાર મોટાભાગના દરેક લોકો શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરી પિતૃનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે પરંતુ દરવર્ષે ટ્રેન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે જેમાંથી ઘણા મૃતકોની ઓળખ પણ શકી બનતી નથી ત્યારે અંકલેશ્વરના જાગૃત આગેવાનો દ્વારા પ્રતિવર્ષ રેલ્વે સ્ટેશન પર સર્વપિતૃ શ્રાદ્ધના દિવસે આવા મૃતાત્માની શાંતિ માટે શ્રાદ્ધકર્મનું આયોજન કરવામાં આવે છે જે મુજબ આજે શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસ એટલે કે સર્વપિતૃશ્રાદ્ધના દિવસ આગેવાનો દ્વારા ટ્રેન અકસ્માતમાં જીવગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધકર્મ કરવામાં આવ્યું હતું અને સાથે જ લોકોને ભોજન પણ જમાડવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જાગૃત આગેવાન જશુભાઈ રાજપૂત, હરેશ પરમાર, દિનેશભાઇ રોહિત સહિતના આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.