Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કાપોદ્રા પાટિયા નજીક આર-21 કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું...

સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે કાપોદ્રા પાટિયા નજીક આવેલ આર-21 કોમ્પ્લેક્ષમાંથી સિલ્વર અને ગોલ્ડન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સ્પાના 2 સંચાલકોની ધરપકડ, જ્યારે સ્પાની મહિલા માલિક ફરાર થઇ જતાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર-21 કોમ્પ્લેક્ષમાં સિલ્વર અને કાપોદ્રા પાટિયા સ્થિત ગોલ્ડન સ્પામી આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી GIDC પોલીસ મથકના વી.એ.આહીરને મળતા તેઓ વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પી.એસ.આઈ. વી.એ.આહીર, બી.એ.રાઠવા સહિત 6 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા, જ્યાં ડમી ગ્રાહક સ્પા જતાં જ પોલીસે રેડ કરી હતી.

પોલીસે કાઉન્ટર ઉપરથી સ્પાના સંચાલક મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરની પ્લેટિનમ પ્લાઝા સામે રહેતા રાજબ સલીમ શેખ સહીત 2 ઈસમોની અટકાયત કરી હતી, જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી પણ 2 યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્પાના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી. કાઉન્ટર, અંગ ઝડતીમાંથી રોકડા અને 1 મોબાઈલ મળી કુલ રૂપિયા 22 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે, પોલીસ દ્વારા પૂછપરછ કરાતા આ સ્પા કોસમડીની સ્ટાર રેસીડેન્સીમાં રહેતી અહાના તોસીફ ખત્રીનું હોવાનું જાણવા મળ્યું છે. જે કાપોદ્રા પાટિયા નજીક ગોલ્ડન સ્પા ચલાવતી હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ તપાસ કરતાં સંચાલક શનિ રામવિલાસ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બન્ને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story