અંકલેશ્વર: વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITI ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITI ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે વર્ષ-૨૦૨૧-૨૨મી પરીક્ષા યોજાઈ હતી જેમાં વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં ૭૫૦ તાલીમાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેમાંથી ૫૫૦ને નોકરી અને એપ્રેન્ટિસ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર આઈ.ટી.આઈનું ૯૨ ટકા રીઝલ્ટ આવ્યું છે ત્યારે આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ પદવીદાન સમારોહમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,અંકલેશ્વર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ તૃપ્તિ જાની સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને રાષ્ટ્રીય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આચાર્ય બી.ડી.રાવલ,એ.આઈ.એ.ના ઉપ પ્રમુખ હરેશ પટેલ અને આમંત્રિતો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.