/connect-gujarat/media/post_banners/d9680a8bc027e12485e947ae68818085b222fd3700c2d7ccb75dc3ee43b52b94.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ યુનિક ઇલેક્ટ્રિકલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. વહેલી સવારે બંધ દુકાનનો લાભ લઈ તસ્કરો બેટરી સહિત ઇલેક્ટ્રીક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, રાબેતા મુજબ સવારે દુકાન પર કર્મચારીઓ આવતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું, ત્યારે દુકાનમાંથી અંદાજે રૂ. 1 લાખથી વધુના સામાનની ચોરી થઈ હોવાની દુકાન માલિક દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.