/connect-gujarat/media/post_banners/fac679625fd399f18c291e3372f981bbe881a14bfa452c3c73bd88c1b36919aa.jpg)
અંકલેશ્વરના બોરભાઠા રોડ પર આવેલ જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરમાં ચોરી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી તેવામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ જીવન જયોત સોસાયટીના મકાન નંબર-04માં રહેતા મહેન્દ્રસિંહ રાયસિંહ છાસટિયા પરિવારજનના બેસણામાં ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી રોકડા રૂપિયા 90 હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂ.6.99 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.પાડોશીઓ ચોરી અંગેની જાણ કરતા મકાન માલિક તાત્કાલિક દોડી આવ્યા હતા.આ બાબતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે