/connect-gujarat/media/post_banners/45a13561553cb12ee73791c88b53debb4425bcce3e6faa00152b0cbfbc23fe17.jpg)
અંકલેશ્વરના નવીદીવી રોડ ઉપર આવેલ નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના નવી દીવી રોડ ઉપર જલારામ નગરના મંદિર પાસે આવેલ નર્મદા નગરના મકાન નંબર-18માં રહેતા હેમંત ઝીણાભાઈ પટેલ ગત તારીખ-25મી માર્ચના રોજથી 27મી માર્ચ સુધી પોતાના પરિવાર સાથે કાર લઈ પોતાના ઘરના દરવાજાને તાળું મારી સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન માટે ગયા હતા જેઓ ત્યાંથી વડોદરા આવી તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઇન્ટર લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.