/connect-gujarat/media/post_banners/e9ff28e895eb1a4ab7fe63f6ce129812f493a28ce2145eedc937b5da256c09c2.jpg)
અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા ખાતે આવેલી દુકાન નંબર બે અને ત્રણ ને તસ્કરોએ ગતરોજ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,41,000/- ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જવા પામ્યા હતા.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા ખાતે આવેલી દિપક જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનમાં લાગેલી જાળીના સાત તાલા ઓના નકુચા તોડી દુકાનમાં પ્રવેશી ડીસ્પ્લેમાં મૂકવામાં આવેલા સોના ચાંદીના ઘરેણા સહિત 1,40,000/- લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ આજુબાજુના લોકોએ દુકાનદાર દિલીપ સોનીને કરતા તાત્કાલિક દુકાનદાર દુકાને આવી જોતા દુકાનમાં આગળ ના ભાગે મુકેલા ચાંદીના દાગીના 2 કિલો 860 ગ્રામ વજનના જેની કિંમત 1,40,000/-ની ચોરી માલુમ પડતા તાત્કાલિક ઘટનાની જાણ પોલીસ વિભાગને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ચોરી કરનાર તસ્કરોનું પગેરૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામતા પોલીસે ફુટેજ મેળવી ચોરો ની ઓળખ કરવાની સાથે તપાસને વેગ આપવાના પ્રયાસ હાથ ધર્યા છે.