Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી

માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી
X

અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેર બાદ તાલુકામાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના લુહાર ફળિયામાં રહેતા રમેશ કરશભાઈ ગોહિલ તેઓના પરિવાર સાથે ગત તારીખ-૧લી એપ્રિલના રોજ પોતાનું મકાન બંધ કરી ચોટીલા ખાતે દર્શન કરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી

Next Story