અંકલેશ્વર : કાશીયા ગામે અમરાવતી ખાડીના બદલાયેલા વહેણથી જમીનનું ધોવાણ, જુઓ ખેડૂતોએ શું કહ્યું..!

ભરૂચ-અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે આવેલ ગામોની ખેતીની જમીનનું નદીના વહેણના પગલે ધોવાણ થયું હોવાનું સામે આવ્યું હતું.

અંકલેશ્વર : કાશીયા ગામે અમરાવતી ખાડીના બદલાયેલા વહેણથી જમીનનું ધોવાણ, જુઓ ખેડૂતોએ શું કહ્યું..!
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાશીયા ગામે છેલ્લા ઘણા સમયથી અમરાવતી ખાડીનું વહેણ બદલાયું છે. જેના કારણે પોતાની ખેતી બચાવવા માટે ખેડૂતો દ્વારા સરકારને અરજ કરવામાં આવી છે.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે આવેલ ગામોની ખેતીની જમીનનું નદીના વહેણના પગલે ધોવાણ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અંકલેશ્વર તાલુકાના કાશીયા ગામની વચ્ચેથી પસાર થતી અમરાવતી ખાડી દર વર્ષે ખેડૂતોની જમીનનું ધોવાણ કરી રહી છે. જોકે, બદલાયેલા વહેણથી બરબાદ થઈ રહેલી ખેતી અને ખેડૂતને બચાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.

કાશીયાના ગ્રામજનો અને ખેડૂતોએ ક્યાં તો ખાડીને મૂળ વહેણ તરફ વાળવામાં આવે, ક્યાં તો પ્રોટેક્શન વોલ બનાવી આપવામાં આવે તે માટે વહીવટી તંત્ર તેમજ સરકારને અરજ કરી છે. હાલ ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

#Ankleshwar #Soil erosion #BeyondJustNews #Connect Gujarat #Amravati khadi #Kashiya village #Bharuch #farmers
Here are a few more articles:
Read the Next Article