અંકલેશ્વર: ભાદી ગામે પ્રો લાઈફ ગ્રૂપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: ભાદી ગામે પ્રો લાઈફ ગ્રૂપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બાળકો અને યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભા બહાર આવે એ માટે તાલુકાનાં ભાદી ગામ ખાતે અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રો લાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલી, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતી પટેલ,અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા તેમજ ભાદી તેમજ આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રો લાઈફ ગૃપના ફાઉન્ડર સ્વ. એમ.એસ.જોલીની પ્રેરણાથી ગૃપના MD કરણસિંગ જોલીના સહયોગથી ભાદી ગામના સરપંચ જૂનેદ વડીયા દ્વારા આ અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રો લાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીએ રીબીન કટિંગ તેમજ ક્રિકેટ રમી ઉદ્ઘાટન કર્યું હતું.

આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જેમાં ડ્રેસિંગ રૂમ,ટફ વિકેટ,પેવેલિયનનો સમાવેશ થાય છે અને આવનારા સમયમાં અહી મોટી ટુર્નામેન્ટ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અહી ક્રિકેટ એકેડમી પણ શરૂ થશે જેમાં અનુભવી ટ્રેનરો દ્વારા ખેલાડીઓને ક્રિકેટ સહિતની રમતોની તાલીમ આપવામાં આવશે.

Latest Stories