ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જુગાર રમાય રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 3 બાઇક, 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ નવા તરિયાના બાવડી ફળિયામાં રહેતા 7 જેટલા જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.