અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, માર્ગ પર કેમિકલ ઢોળાતા દોડધામ

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે

New Update
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, માર્ગ પર કેમિકલ ઢોળાતા દોડધામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આજરોજ વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઊભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર ભટકાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એકવાર આજરોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો પાનોલી બ્રિજ પર ઊભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી ટેન્કરમાંથી કેમિકલ લીક થતા માર્ગ પર ઢોળાયું હતું બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માર્ગ પર ઢોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફાયર વિભાગે એકથી બે કલાકની જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો