અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જ કબ્જે લીધેલ બાયોડીઝલ ભરેલા ટેન્કરની ચોરી થઈ હતી જેમાં પોલીસે ટેન્કર માલિક, તેના સગીર પુત્ર સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. ભરૂચના અંકલેશ્વરની હાઇવે ઉપર આવેલી લેન્ડમાર્ક હોટલ પાસેથી 18 ઓકટોબરે LCBએ 6 લાખનું બાયોડિઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. અને ટેન્કર 22 ઓકટોબરે એ જ ટેન્કરની અંકલેશ્વર રૂરલ પોલિસ સ્ટેશનમાંથી ચોરી થઈ હતી.
જોકે આ ટેન્કરના માલિક અને તેના સગીર પુત્રે દેવું વધી જતાં ચોરી કરીએ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કોસંબાના ટેન્કર માલિક અકબર અફસર શેખે દેવું વધી જતાં અને ટેન્કર જપ્ત થઈ જતા જાતે જ પુત્ર સાથે મળી 22 ઓક્ટોબરે સવારે પોલીસ સ્ટેશનમા મુદ્દામાલ તરીકે રહેલા ટેન્કરની 2 આરોપી પાસે ચોરી કરાવી ટેન્કર બાયોડિઝલ ખાલી કરવા જલગાવ મોકલી આપ્યું હતું. જોકે, ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે ટેન્કર જપ્ત કરી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલા કોસંબાના પિતા-પુત્ર, અબ્દુલ વાહીદ કુરેશી, યજ્ઞ લાલ ઉર્ફે ચુનીલાલ વર્મા, નાનુરામ ભીલ, ઝુંબેર યુસુફ શાહ, જનક મગન દેસાઈની ધરપકડ કરી છે.