/connect-gujarat/media/post_banners/62202f21624dc0e7f34f375c65c80ef6dc668c9dc0aaa5cbfd862e9be4079680.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની છોટાઉદેપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મધ્ય પ્રદેશના અલીરાજપૂર જીલ્લાના ઉતાવડી ગામના બેડી ફળિયામાં રહેતો રાજુ વધાજી ઉર્ફે વાઘલીયાને છોટા ઉદેપુર જિલ્લા પોલીસે વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડી પાડ્યો હતો અને તેને છોટા ઉદેપુર સબ જેલમાં મોકલી આપ્યો હતો આ આરોપી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં પણ નાસ્તો ફરતો હૉય જેની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે