અંકલેશ્વર : સારંગપુરની આત્મીય રેસીડેન્સીનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, અંદાજે રૂ. 2.50 લાખના મત્તાની ચોરી

સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : સારંગપુરની આત્મીય રેસીડેન્સીનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, અંદાજે રૂ. 2.50 લાખના મત્તાની ચોરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક નોકરી પર અને પરિવાર વતનમાં જતાં તસ્કરોની આંખે તેઓનું બંધ મકાન ચઢ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી પલાયન થઈ હતા, ત્યારે મકાન માલિક વિનોદ પાઠકે પોતાના મકાનમાંથી અંદાજિત રૂ. 2.50 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી મામલે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં GIDC પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories