અંકલેશ્વર: ગોડાઉનમાંથી રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમની ભરુચ એલસીબીએ શંકાસ્પદ હાલતમાં અટકાય કરી હતી.

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયમ રેસિડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઈન્ટ કંપની પાસે પ્રણામ એંટર પ્રાઇઝ હાર્ડવેર દુકાન આવેલ છે.જે દુકાન અને ગોડાઉનને ગત તારીખ-25મી માર્ચના રોજ તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી તસ્કરો ગોડાઉનના સિમેન્ટના પતરાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસ.એસ.ના બોલ વાલ્વ નંબર-19,પી.વી.સી બ્રેડેડ પાઇપ રોલ નંબર-2 સહિત એસ.એસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.તે દરમિયાન ભરુચ એલસીબીએ જીતાલી ગામ પાસેથી ચોરીની ઘટનામાં સંડોવાયેલ રવિ સુરેશ મેકવાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories