/connect-gujarat/media/post_banners/928179aac7dfe59b1f17b661f5a5c835c300540fc040157d664599fb07f039d7.jpg)
સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ થકી લોકસેવાના કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિતમાં શારદા ભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમમાં લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક આવેલ માં શારદા ભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય પેન્શન યોજના, વૃદ્ધ સહાય યોજના, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ પાલિકા વિસ્તારમાં આવતા વિવિધ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.