Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પૂર અસરગ્રસ્ત લોકો આજે પણ સરકારની સહાયથી વંચિત, મામલતદાર કચેરીએ આપ્યું ફરી આવેદન...

ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું.

X

સરકાર દ્વારા સર્વે કરાયા બાદ પણ આજદિન સુધી સહાય ન મળતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પૂર અસરગ્રસ્તોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી વળતળ ચૂકવવાની માંગ કરી હતી.

ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામોમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે. તેવામાં પૂર અસરગ્રસ્તોને સહાય આપવામાં સરકાર આંખ આડા કરી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. સરકાર દ્વારા સર્વે કરાયા બાદ પણ આજદિન સુધી સહાય ન મળતા અંકલેશ્વરના પૂર અસરગ્રસ્તોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં જલારામનગર, દીવા રોડ, નીલકંઠવિલા, વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારના પૂર અસરગ્રસ્ત દુકાનદારોએ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી વહેલી તકે સહાય વળતર ચૂકવાય તે માટે રજૂઆત કરી હતી.

Next Story