અંકલેશ્વર : પાનોલી રેલ્વે સ્ટેશનવાળી ફાટક છ મહિના માટે બંધ કરાય

અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે.

New Update
અંકલેશ્વર : પાનોલી રેલ્વે સ્ટેશનવાળી ફાટક છ મહિના માટે બંધ કરાય

અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે. પહેલી જાન્યુઆરીથી વાહનચાલકોએ ઉમરવાડાવાળી ફાટકનો ઉપયોગ કરવો પડશે જેના કારણે તેમને 10 કીમીનો ફેરાવો થશે. પાનોલી રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે લાઈનની બંને તરફ એપ્રોચ રોડની કામગીરી કરાઈ રહી છે.

Advertisment

ઓવરબ્રિજ માટે રેલવે લાઇન પર કામગીરી કરવા માટે રેલવે વિભાગમાંથી મંજુરી આવી છે. જે અનુસંધાને પાનોલી ગ્રામ્ય અને તેની આજુબાજુ ના ગ્રામજનો માટે પાનોલી ફાટક થઇ ખરોડ ચોકડી નેશનલ હાઇવે નંબર 48 તરફ જતો માર્ગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment