અંકલેશ્વર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હવે આર્ટસ અને કોમર્સના અભ્યાસ માટે ભરૂચ કે સુરત સુધી જવાની ફરજ નહિ પડે. અંકલેશ્વર ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, ઝગડિયા અને વાલીયા સહિતના વિદ્યાર્થીઓને હવે અંકલેશ્વરમાં જ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે કોલેજના મુખ્ય ટ્રસ્ટી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કોલેજમાં વિદ્યાર્થીઓ નજીવી ફીમાં શિક્ષણ મેળવી શકશે. આગામી દિવસોમાં આ કોલેજમાં માસ્ટર ડીગ્રીના કોર્સ પણ શરૂ કરવાનું આયોજન છે. અંકલેશ્વરમાં બંધ થવાના આરે પહોંચેલી કડકીયા કોલેજને વમળનાથ સેવા ટ્રસ્ટ તરફથી લેવામાં આવી છે. નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજયમાં શિક્ષણને બળવત્તર બનાવવામાં પુર્વ સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. તેમના પ્રયાસો થકી આજે રાજયમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. અંકલેશ્વરમાં શરૂ થયેલી કોલેજ વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે.
અંકલેશ્વર : નવી કોલેજ વિદ્યાર્થીઓ માટે બહુઉપયોગી બની રહેશે : સી.આર.પાટીલ
અંકલેશ્વર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હવે આર્ટસ અને કોમર્સના અભ્યાસ માટે ભરૂચ કે સુરત સુધી જવાની ફરજ નહિ પડે.
New Update