અંકલેશ્વર: ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

એક ગામની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

New Update
અંકલેશ્વર: ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતા પોતાના મામાના ઘરેથી રહી અભ્યાસ કરતી હતી તે દરમિયાન ગત તારીખ-૩જી એપ્રિલની વહેલી સવારે તેણીના મામા ઘરમાં સુઈ રહ્યા હતા તે સમયે વહેલી સવારે ૧૬ વર્ષીય ભાણેજ લાપત્તા બની હતી જેણીને શોધખોળ કરતા તે મળી નહિ આવતા તેણીના પિતાએ અગાઉ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ઝઘડિયાના મોર તળાવ ગામનો રોશન જેસિંગ વસાવા ફરી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હતી તે દરમિયાન પોલીસે સગીરાને ભગાડી જનાર ઝઘડિયાના મોર તળાવ ગામનો રોશન જેસિંગ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories