Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો.

X

અંકલેશ્વરની શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો.

ભરૂચની પ્રિતમ નગર 1 સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર GIDC માં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો-મટિરિયલ્સ ઇટલી અને ચાઈનાથી મંગાવે છે.વર્ષ 2021 માં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વાસુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટી પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ, કિરણ અને દર્શીત ભાનુશાલી આવ્યા હતા.ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને ન્હાવાશેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા.બંને પોર્ટ પરથી આવેલા 6 કન્ટેનરમાં કંપની માલિકે 99.80 લાખનું RTGS કરી દીધું હોવા છતાં. ભેજાબાજ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત 27.03 લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી.બાદમાં કંપની માલિકે GST ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે 72.86 લાખની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચુનો ચોપડનાર ત્રણેય ભેજાબાજો સામે ગત તારીખ-24મી નવેમ્બર-2023ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોણા કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધવાઈ છે.જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પાનવેલના કુંડેવાળના રામ મંદિર પાસે ભંગારપાડા ખાતે રહેતો એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ ક્લીયરિંગ એજન્ટ સતિશ કેશવ કટેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story