/connect-gujarat/media/post_banners/40af4b5cd60a6cee5bad1f474e933b13d9c3acaa29dccc59ffa5993a44456a89.jpg)
અંકલેશ્વના અંસાર માર્કેટ સ્થિત અમરતૃપ્તિ હોટલ પાસેથી ચોરી થયેલ ક્રેન સાથે એક ઇસમને શહેર પોલીસે ઝડપાયો હતો.
ગત તારીખ-૧૧મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના અંસાર માર્કેટમાં દાદા ક્રેન સર્વિસની ઓફિસમાં રહેતા નર્મેશકુમાર મહાસુખ બારીયાએ પોતાની ક્રેન નંબર-જી.જે.05.વાય.વાય.3737 અમરતૃપ્તિ હોટલની પાસેના ગોડાઉનની બાજુમાં સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી માર્ગની બાજુમાં રહેલ 4.30 લાખની ક્રેનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ચોરી થયેલ ક્રેન વાલિયા તાલુકાની ગોદરેજ કંપની પાસેથી મળી આવી હતી
પોલીસે ક્રેનની ચોરી કરનાર રામસીંગ સત્યનારાયણ સિંગની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને અંકલેશ્વર હાઇવે દાદા સર્વિસની ઓફિસ પાસેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.