/connect-gujarat/media/post_banners/81f9d9316eec417282ab31d3005d8cf02ee868c0e6441edc01015b10f9e9ee90.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી વસાહતમાં આવેલ એક ભોજનાલયમાં ત્રણ બાળકો પાસેથી મજૂરી કરાવતા ઈસમ સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રામદેવ ભોજનાલયમાં છેલ્લા કેટલાક સમયથી મૂળ રાજસ્થાનના ત્રણ જેટલા બાળકો એક બાળકની ઉંમર ૧૪ વર્ષથી વધુ જયારે અન્ય બે બાળકો જેમની ઉંમર ૧૪ વર્ષથી પણ ઓછી હતી તેઓ પાસે હોટલમાં છ કલાકથી વધુ સમય માટે તેમજ સાવ મામૂલી વેતનમાં કામ કરાવાતુ હતુ. આ અંગે એક જાગૃત નાગરિકે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર-૧૦૯૮ ઉપર ધ્યાન દોર્યું હતુ. જે બાદ અંકલેશ્વરના ચાઈલ્ડ લેબર ઇન્સ્પેકટર હરકતમાં આવ્યા હતા અને આજે સવારે તેઓએ તેમની ટીમ સાથે સૂચિત ભોજનાલય ખાતે દોડી જઈ ત્રણ જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા અને ભોજનાલયના સંચાલક દશરથ પુરોહિત સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો તેમજ ત્રણેય બાળકોને ભરૂચ સ્થિત બાળ સુધારણા કેન્દ્ર ખાતે મોકલી અપાયા હતા બાદમાં તેમના માતાપિતાને સોંપી દેવામાં આવશે.નોંધનીય છે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કોઈપણ જાતનું શ્રમ કાર્ય વ્યવસાયિક સ્થળે કરવાતુ હોય તેવા કિસ્સામાં કસૂરવાર ઈસમને ઓછામાં ઓછો ૫૦ હજાર જયારે વધુમાં વધુ ૧લાખ સુધીના દંડની અથવા ૬ થી ૨૪ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે.