Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:ડુંગળીના પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયાને આંબતા સામાન્ય વર્ગની હાલત કફોડી

અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.

X

અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી તેના ભાવના કારણે માત્ર અમીરોની ડીશની જ શોભા વધારતી હતી.પાછળથી પડેલ વરસાદ અને ઓછા ઉત્પાદન સહિતના કારણોનાં પગલે થોડા દિવસો અગાઉ ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ ૧૦૦થી ૧૧૦ રૂપિયે પહોચ્યો છે.જેના પગલે સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે.હાલ દિન પ્રતિદિન ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે દિવાળી તહેવારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નહીં હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેના પગલે ગૃહિણીઓ અને સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયું છે.અંકલેશ્વરમાં હાલ ડુંગળીના પ્રતિકિલોના ભાવ 100 રૂપિયાને પણ આંબી ગયા છે જેના કારણે સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે

Next Story