Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવાની માંગ સાથે રિક્ષાચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી ત્રસ્ત રિક્ષાચાલકોએ જય ભારત ઓટો રિક્ષા એસોસીએશનના નેજા હેઠળ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી અલગ રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવાની માંગ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તેવામાં રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રિક્ષાચાલકો મુસાફરોને રિક્ષામાં બેસાડી પોતાની આજીવિકા રળી રહ્યા છે. પરંતુ માર્ગ ઉપર થતી ટ્રાફિકજામની મોટી સમસ્યાને લઈ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રિક્ષાચાલકોને ઊભા રહેવા નહીં દેવા સાથે તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા રિક્ષાચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. જે અંગે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષાચાલકોને પડતી અગવડને લઈ તંત્રમાં રજૂઆત કરી હતી. અંકલેશ્વરના રિક્ષાચાલકોને સાથે રાખી નગરપાલિકા તેમજ પોલીસ તંત્રને આવેદન પત્ર આપી અલગ રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ ટ્રાફિકને અડચણરૂપ નહીં થાય તે રીતે રિક્ષાચાલકોએ પણ વ્યવસાય કરવા અંગે ખાતરી આપી હતી.

Next Story