અંકલેશ્વર : ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ...

જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સોને ઝડપી તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સોને ઝડપી તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિક એન્ડ રીવાઈડીગ વર્કસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને અંદર રહેલ 20 મોટર મળી કુલ રૂ. 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે ચોરી અંગે પરેશ લાલજી રાદડિયાએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન પોલીસે મૂળ કંવાટ અને હાલ પટેલનગર પાછળ ઝૂપડપટ્ટીમાં રહેતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી થયેલ તમામ મોટર અને એક મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Theft #Stole #solved #5 accused arrested #Theft Case #Moter #Ganesh FIBC company
Here are a few more articles:
Read the Next Article