Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત

અંકલેશ્વર: કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત
X

અંકલેશ્વર, વાલિયા માર્ગ પર આવેલ કોસમડી ગામ નજીક ગત રાત્રીના સમયે એક લેલન ટ્રક નંબર HR,45,D 8896 ના ચાલકે ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા પરથી પસાર થતા સીડી ડીલક્ષ મો.સા નંબર GJ,16,AH 3118 ના ચાલક સુશાંકસિંગ રાજેશ્વરસિંગ ઉ.વ 32 રહે ગાર્ડન સીટી અંકલેશ્વર નાઓને અડફેટે લઇ તેઓને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા ભેગા થતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થયેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story