/connect-gujarat/media/post_banners/67f50649d0acff25450f9c14540275547bf887b86a923a3ed4daa2db839e8be5.jpg)
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એંડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ એકેડમીનું શટર તોડી અંદર પ્રવેશ કર કર્યો હતો અને અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ એકેડમીના સંચાલક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.