/connect-gujarat/media/post_banners/30db1eb4852ea49e831024c1fe339c0cc39d0d19365644f4192ca634bd559c89.jpg)
અંકલેશ્વરના પ્રતિન ચોકડી સ્થિત બી ડિવિઝન પોલીસ મથક પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી 2 ગઠિયાઓ 3 લાખ રોકડ ભરેલ બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં તહેવારો ટાણે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ કાર માલિક અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાંથી રોકડા ત્રણ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા જેઓ સરદાર કોમ્પલેક્ષમાં મોબાઈલની દુકાન પાસે પોતાની ગાડી પાર્ક કરી કવર લેવા માટે ગયા હતા તે દરમિયાન અજાણ્યા ગઠિયાએ કારનો કાંચ તોડી અંદર રહેલ બેગમાં મુકેલ રોકડા 3 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો બનાવ અંગેની જાણ કાર માલિકે બી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.