/connect-gujarat/media/post_banners/9e07ce24135b193927d75593ad24397759f3f3be218bcc8a3eccf53f3224d9a0.jpg)
આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા અને પીરામણ નાકા પાસે મહાકાય વૃક્ષ ધરશે થતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા....
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો હોવાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે . રવિવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે શહેરભરમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે .ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પહેલા જ વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે સાથે પીરામણ નાકા સ્થિત ટ્રાફિક પોલીસ કેબીન પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્નસીબે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.ઘટનાના પગલે પી.એસ.આઈ જે.પી ચૌહાણ સહિતના સ્ટાફેએ મુખ્ય માર્ગ બંધ કરાવી નગરપાલિકાના ફાયર ફાયટરોની મદદથી મહાકાય ઝાડને કાપી હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી.