અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ખેતરમાં કામ કરતા ત્રણ લોકો પર ભૂંડે હુમલો કરતા ઇજાગ્રસ્ત

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ 3 લોકો પર હુમલો કરતા થયા ઇજાગ્રસ્ત જુના બોરભાઠા બેટ ગામનો બનાવ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

New Update
અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ખેતરમાં કામ કરતા ત્રણ લોકો પર ભૂંડે હુમલો કરતા ઇજાગ્રસ્ત

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં જંગલી ભૂંડે ત્રણ લોકો પર હુમલો કરતા તેઓને ઈજાઓ પહોચી હતી

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા અમરભાઈ ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન નજીકમાં કામ કરી રહેલ યુવાન ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા તેણે બુમરાણ મચાવી હતી જેને પગલે અમરભાઈ અને અન્ય ખેડૂતો દોડી આવ્યા હતા અને ભૂંડ સાથે બાથ ભીડતા ભૂંડે તેઓ પણ પણ હુમલો કર્યો હતો આ હુમલામાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી જંગલી ભૂંડોને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરે તેવી માંગ ઉઠી છે

Latest Stories