Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પારડી ઇદ્રીશ ગામ નજીક ટ્રેક્ટર માર્ગની બાજુમાં ખાડામાં ખાબક્યુ, ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત

પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક તેલવા ગામને જોડતા માર્ગ ઉપર ટ્રેકટર ચાલકને અકસ્માત નડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર: પારડી ઇદ્રીશ ગામ નજીક ટ્રેક્ટર માર્ગની બાજુમાં ખાડામાં ખાબક્યુ, ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત
X

અંકલેશ્વરની પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક તેલવા ગામને જોડતા માર્ગ ઉપર ટ્રેકટર ચાલકને અકસ્માત નડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના અને હાલ અંકલેશ્વરના સજોદ ગામના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા મુકેશ અનીલ પવાર અને તેઓના પડાવ ઉપર રહેતા વસંત તારાચંદ જાદવ ગતરોજ સાંજે ટ્રેકટરની ટ્રોલીમાં સજોદથી શેરડી ભરી પંડવાઈ સુગર ફેકટરી ખાતે ખાલી કરવા ગયા હતા જેઓ બંને પોત-પોતાના ટ્રેકટર લઇ સિસોદરા પારડી ઇદ્રીશ ગામ થઇ તેલવા ગામ જવાના માર્ગ ઉપરથી આવી રહ્યા હતા તે દરમિયાન રાતના સમયે પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક પુરપાટ ઝડપે હંકારતા ટ્રેકટર ચાલક વસંત તારાચંદ જાદવનું સ્ટેયરીંગ ઉપર કાબુ નહી રહેતા ટ્રેકટર માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ખાબકતા પાછળના વ્હીલમાં આવી જતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હાંસોટના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story