Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મરહુમ અહમદ પટેલની 72મી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

એહમદ પટેલ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા અને તેઓના પ્રજાહિતના કાર્યો આજે પણ ભરૂચ જિલ્લાની જનતા જોઈ રહી છે

X

રાષ્ટ્રીય નેતા મરહુમ અહમદ પટેલની 72મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ 100 જેટલી મહિલાઓને સાડી, 100 બહેનોને ડ્રેસ મટીરીયલ અને 300થી વધુ બાળકોને વિનામૂલ્યે સ્કૂલબેગ તેમજ 4000 નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ સિદ્દીકી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ખરેખર મારા પિતાના માર્ગદર્શન હેઠળ અને એમના અંગત રસ હેઠળ ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ હજુ પણ સ્થાનિક સંસ્થાઓ અને લોકો ભૂલ્યા નથી એ જોઈને ખરેખર હું ભાવવિભોર બની ગઈ છું અને અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટ તેમજ ટ્રસ્ટી નાઝુભાઈ સહિત તમામનો ખુબ ખુબ આભાર માનું છું. મારા પિતાએ મને પ્રજાહિતના કાર્યો કરવાના જે સંસ્કાર આપ્યા છે એ મુજબ આગામી સમયમાં પણ અમારા તરફથી આ પ્રવૃત્તિ ચાલુ જ રહેશે. અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, એહમદ પટેલ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા અને તેઓના પ્રજાહિતના કાર્યો આજે પણ ભરૂચ જિલ્લાની જનતા જોઈ રહી છે અને એનો લાભ પણ લઈ રહી છે.

Next Story
Share it