અંકલેશ્વર : UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવ યોજાયો, ઇનોવેશન-ક્રેએટિવિટી થીમ પર કૃતિઓ રજૂ કરાય

ગડખોલ પાટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવ યોજાયો, ઇનોવેશન-ક્રેએટિવિટી થીમ પર કૃતિઓ રજૂ કરાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. 19મી એપ્રિલના રોજ અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપક ગણ ઉપસ્થિત રહી ઇનોવેશન અને ક્રેએટિવિટીને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી અને સ્ટાર ઓફ SRICT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન પુરસ્કારોના વિતરણ સાથે સ્ટેજ ઇનોવેશન અને ક્રેએટિવિટી થીમ પર વિવિધ પ્રકારના ડાન્સ ફેસ્ટ અને મ્યુઝિક ફેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ તેમના વક્તવ્ય દરમિયાન પ્રેરણાદાયી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વાર્ષિક ઉત્સવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત IAS અધિકારી અરવિંદ અગ્રવાલ તેમજ મુખ્ય મહેમાન તરીકે GRP લિમિટેડના MD રાજેન્દ્ર ગાંધી અને રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અશોક પંજવાણી, ભૂપેન્દ્ર દલવાડી, કિશોર સુરતી, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories