/connect-gujarat/media/post_banners/a66da00c1ddeea40b5ed2f98089f7a3e2614b7397d71871df67293e8a434bf2a.jpg)
શિરડીથી દર્શન કરી પરત ફરતી વખતે વડોદરાના પરિવારને અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અગમ્ય કારણોસર કારમાં એકાએક આગ લાગી હતી જેથી ઠોકીક જ ક્ષણોમાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.
વાહનોમાં આગ લાગવાના બનાવો યથાવત રહ્યા છે . અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર પાસે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચના અંકલેશ્વર નજીકના નેશનલ હાઇવે 48 પર એસેન્ટ ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી . વડોદરાનો એક પરિવાર કારમાં શિરડી ખાતે દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળા આ બનાવ બન્યો હતો. કારમાં પરિવાર સવાર હતો જેમાં સમય સૂચકતા વાપરતા તેઓ નીચે ઉતરી જતાં કારચાલક સહિત પરિવારનો બચાવ થયો હતો. આગ કારની ઝપેટમાં સંપૂર્ણ આવી જતાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.