અંકલેશ્વર: ભડકોદ્રાની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા જીવંત વાયરો સાથે વિજપોલ ધરાશયી,2 બાળકોનો આબાદ બચાવ

ભડકોદ્રા ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા વિજપોલ ધરાશયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો.

અંકલેશ્વર:  ભડકોદ્રાની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા જીવંત વાયરો સાથે વિજપોલ ધરાશયી,2 બાળકોનો આબાદ બચાવ
New Update

અંકલેશ્વર ના ભડકોદ્રા ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા વિજપોલ ધરાશયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો. આ ઘટનામાં નજીકમાં રમી રહેલ બે બાળકોનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર ના ભડકોદ્રા ખાતે આવેલ સિદ્ધેશ્વર સોસાયટીના કમ્પાઉન્ડને લગોલગ આવેલ એપલ પ્લાઝા નામના શોપિંગમાં ચાલતા કામ માટે આવેલ ટ્રક દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડનો વીજપોલને અથાડી દેતા વિજપોલ જીવંત વાયરો સાથે ધરાશયી થઈ ગયો હતો. આ ઘટનામાં બે માસૂમ બાળકો ઘટના સ્થળેથી દસ સેકંડ પહેલા ખસતા તેમનો આબાદ બચાવ થયો હતો.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. રહીશોના આક્ષેપ અનુસાર અનેક વાર વીજ કંપની ને રજૂઆત કરી હતી કે આ વીજ પોલના કેબલો અંડરગ્રાઉન્ડ કરી નાખો જેનાથી અમને તકલીફ ન પડે. આ ઘટનાની જાણ થતાં વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ કરી મરામત માટેની કામગીરી હાથ ધરી હતી.

#Bharuch #ConnectGujarat #Ankleshwar #CCTV #Ankleshwar News #Gujarati News #gujarati samachar #Electricity Poll Collaps
Here are a few more articles:
Read the Next Article